February 05, 2017

શ્રીજી ની લીલા

શ્રીજી ની લીલા 

-: સદગુરૂ શ્રી શ્યામળીયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો માંથી :-

         


          એક સમયને વિષે અમદાવાદ મધ્યે નવાવાસમાં [હાલ જ્યાં નરનારાયણ દેવનું મંદિર છે તે કાલુપુર-અમદાવાદ ] શ્રીજી મહારાજ સર્વે સાધુએ સહીત વિરાજમાન હતા અને સર્વેને આનંદ ઉપજાવતા થકા વાતો કરતા હતા . તે સમામાં મુક્તાનંદસ્વામીને આસને ડાકોરથી કોઈ મનુષ્ય આવ્યું . તેમને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,'તમે ક્યાંથી આવ્યા ?' ત્યારે તેણે કહ્યું જે , ' હું ડાકોરથી આવ્યો ને ત્યાં બહુ ખોટું થયું .' ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ,'શું ખોટું થયું?' ત્યારે તેણે કહ્યું જે,'રણછોડજીના મંદિરના કારખાનામાં ખરચ બહુ થવાથી દેવું થયું છે. તેથી સરકારના માણસ બેઠા છે અને તેણે મંદિરની ઊપજ હાથ કરી લીધી છે.'
       તે સાંભળીને સ્વામીને સંકલ્પ થયો જે ,' આપણાસત્સંગમાં બ્રહ્માનંદ સ્વામી ભારે ભારે જગ્યાઓ [ધર્મસ્થાન-મંદિર]કરે છે,તે રખે ભૂંડું દેખાય નથી !'
       પછી મહારાજ ત્રીજા પહોરની સભા કરીને વિરાજમાન થયા.ને તે સમેં હરિભક્તે મહારાજને ભારે ભારે વસ્ત્ર ઘરેણા ધરાવ્યા હતા ને પુષ્પના હારતોરા ધરાવ્યા હતા ; એવી શોભાએ વિરાજમાન હતા. તે સમામાં મુક્તાનંદ સ્વામી આવીને બેઠા. પછી મહારાજે સ્વામીને કહ્યું જે,'તમને સંકલ્પ થયો?' ત્યારે સ્વામીએ કહ્યું જે , 'મને સંકલ્પ થયો તેની ખબર નથી.'
       ત્યારે મહારાજે કહ્યું જે,'ડાકોરની વાત સંભાળીને તમને સંકલ્પ થયો નહિ ?' ત્યારે સ્વામીએ કહ્યું જે,"હા મહારાજ,સંકલ્પ થયો ખરો જે, આપણા સત્સંગમાં બ્રહ્માનંદસ્વામી મોટી મોટી જગ્યાઓ કરે છે, તેથી મને એમ સંકલ્પ થયો જે, ડાકોર જેમ ભૂંડું દેખાણું તે આપણું રખે ભૂંડું દેખાય નહિ !' ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,'તમારા સંકલ્પને ને અમારા સંકલ્પ ને બન્યું નહિ.' ત્યારે સ્વામીએ કહ્યું જે,'કેવી રીતે ન બન્યું ?' ત્યારે મહારાજે કહ્યું જે, 'અમારે તો ગામો ગામ મોટી જગ્યાઓ કરવી છે, ને તે જગ્યામાં નિરંતર કથા -વાર્તા થાય (એવું કરવું છે);તેવી રીત્યે ન બન્યુ.'
       ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,'તમારો સંકલ્પ સત્ય થાશે ને મારો સંકલ્પ ખોટો છે.' એવી રીત્યે મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે વાત કરી. ।।૧।।

  

No comments:

Post a Comment